કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાપાત્ર ઉમેદવારોની યાદી જાહેર
કન્ડક્ટર લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર
નિગમની કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક: GSRTC/202324/32 અન્વયે ભરવાપાત્ર જગ્યાઓ માટે નિયમાનુસાર પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવતા પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલલેટરમાં દર્શાવેલ શરતો મુજબ ઉમેદવારોને ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો જે પ્રમાલપત્રના આધારે ભરેલ હોય તે જ પ્રમાણપત્રો અંગેની ચડાસણી માટે તા. ૨૫/૩/૨૦૨૫ થી તા.૪/૪/૨૦૨૫ સુધી ટ્રેનીંગ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય, નરોડા (પાટીયા), અમદાવાદ ખાતે નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોને તેઓના નામ સામે દર્શાવલ તારીખે અને સમયે પોતાની ઓળખના આઈ.ડી.પ્રુફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ તથા ઝેરોક્ષ દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝના ૩ ફોટા સાથે અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.
કન્ડક્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2025 જાહેર
અનિવાર્ય સંજોગાવસાત જો કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તો તેવા ઉમેદવારો તા.૫/૪/૨૦૨૫ ના રોજ ઉપરોકત સ્થળે દસ્તાવેજ ચકાસણી કરાવી શકાશે.જો આવા ઉમેદવારો તેઓના નામ સામે દર્શાવેલ તારીખે અને સમવે તેમજ તા.૫/૪/૨૦૨૫ ના રોજ પણ હાજર નહી રહે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
વિશેષમાં જણાવવાનું કે, ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્ર ઉપલબ્ધ હશે પરંતુ, રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્ર સ્વિકારવામાં આવશે નહી તેમજ આ બાબતે કોઈ પણ તકરાર / રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં. વધુમાં, ઉમેદવાર ારા રજૂ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરાવવામાં આવશે અને નિમણુંક આપ્યા પછી પણ જો પ્રાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે તો આવા ઉમેદવારને આપેલ નિમણુંક આપ્યા તારીખથી તેઓની નિમણુંક ૨૬ કરવામાં આવશે તથા તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોના કોલલેટર નિગમની વેબસાઈટ https://gsrtc.in પર મુકવામાં આવેલ છે જેમાં ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફમેશન નંબર અને જન્મ તારીખ લખી ડાઉનલોડ કરવાના રહેશે.
કન્ડક્ટર લેખિત પરીક્ષાનું રીઝલ્ટ જાહેર
નીચે દર્શાવેલ ઉમેદવારોને તેમણે ભરેલ ઓનલાઈન અરજીપત્રકની વિગતો અન્વષે ફકત અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે જેથી તેઓ કંડક્ટર કથા માટે સીધે સીધા પસંદગી પામતા નથી કે તે અંગે તેમનો કોઈ હકક દાવો રહેતો નથી. અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણુંક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ / ચકાસણી સરકારશ્રીની સંલગ્ન કયેરીઓ મારફત કરાવવાની હોવાથી સદરનુ કેટેગરીના ઉમેદવારોએ રજૂ કરવાના દસ્તાવેજોનું ચેકલીસ્ટ તથા સરકારશ્રીના ઠરાવ નિગમની વેખસાઈટ https://gsrtc.in ઉપર મુકવામાં આવેલ છે જેમાં દર્શાવ્યા મુજબના દસ્તવેજો જે તે ઉમેદવારે તેઓના નામ સામે દર્શાવેલ તારીખ /સમયે અચુક રજૂ કરવાના રહેશે.