Rajkot Nagarik Sahakari bank Bharti, રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પટાવાળાની એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પટાવાળાની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીની અગત્યની માહિતી
સંસ્થા | રાજકોટ નાગરિક સહકારી બેંક |
પોસ્ટ | પટાવાળા |
જગ્યા | ઉલ્લેખન નથી |
નોકરી સ્થળ | સૌરાષ્ટ્ર વિસ્તાર |
વય મર્યાદા | 30 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26-3-2025 |
ક્યાં અરજી કરવી | https://jobs.rnsbindia.com/ |
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજકોટમાં પટાવાળાની એપ્રેન્ટીસની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ ભરતી મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ એક વર્ષના કરાર આધારીત રહેશે.આ ભરતી અતંરગ્ત કેટલી જગ્યાઓ ભરવાની છે એ અંગે જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નથી.
શૈક્ષણિક લાયકાત
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ વિષયમાં સ્નાતક કરેલું હોવું જોઈએ.ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો 30 વર્ષથી વધારે ઉંમરના ન હોવા જોઈએ.
કેવી રીતે અરજી કરવી
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા
- સૌ પ્રથમ ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://rnsbindia.com/ની મુલાકાત લેવી
- વેબસાઈટ ઉપર career નો ઓપ્શન આપેલો હશે
- કરિયર પર ક્લિક કરવાની ભરતીની માહિતી દેખાશે
- જ્યાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવું
- અહીં ફોર્મ દેખાશે અને માંગેલી માહિતી અને જરૂરી દસ્તાવેજો અટેચ કરવા
- ફોર્મને સબમીટ કરીને પ્રીન્ટ કાઢી લેવી
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી ભરતીની જાહેરાત ધ્યાન પૂર્વક વાંચવી.