GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત નર્સિંગ સેવા અંતર્ગત લેક્ચરર, વર્ગ -1 ની ભરતી થનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની લેક્ચરર (સિલેક્શન સ્કેલ), ગુજરાત નર્સીંગ સેવા, વર્ગ-1ની કુલ 05 જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે લેક્ચરર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
GPSC Recruitment 2024, લેક્ચરર ભરતી, અંગે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટ | લેક્ચરર |
જગ્યા | 5 |
વર્ગ | વર્ગ-1 |
નોકરીનો પ્રકાર | સરકારી |
અરજી ફી | ₹ 100 |
વય મર્યાદા | 47 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
ક્યાં અરજી કરવી | Click Here |
GPSC Bharti, લેક્ચરર, પોસ્ટની વિગત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની લેક્ચરર (સિલેક્શન સ્કેલ), ગુજરાત નર્સીંગ સેવા કુલ 5 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, લેક્ચરર માટે શૈક્ષણિક લાયકાત
- ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા ઘોષિત કરાયેલ અને ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિજ્ઞાન (નર્સિંગ) માં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ.
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા સંબંધિત કાયદા હેઠળ સ્થાપિત ભારતમાં કોઈપણ રાજ્ય નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ.
અનુભવ
- વિજ્ઞાન (નર્સિંગ) માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ, ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય નર્સિંગ કૉલેજ, નર્સિંગ સ્કૂલ અથવા નર્સિંગની તાલીમ સંસ્થાઓનો અધ્યાપનનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
- વયમર્યાદા – 47 વર્ષથી વધારે નહીં
પગાર
- પગાર – ₹ 78,800 – ₹ 2,09,200/ (પે મેટ્રિક્સ લેવલ-12)
આ પણ વાંચો
- ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો
- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી
- ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ
- GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી | GSCSCLમાં આસીસ્ટન્ટ મેનેજરની નોકરી
- STBI Recruitment 2024 | વડોદરામાં ₹ 50,000ની નોકરી મેળવવાની સારી તક
- GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગમાં વીમા તબીબી અધિકારીની ભરતી
- Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ
- જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification)
- Power Grid Bharti 2024 | પાવર ગ્રીડ ભરતી 2024
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
- સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
- ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.
લેક્ચરર વર્ગ 1 ભરતીનું નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે લેક્ચરર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની લેક્ચરરની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |