police bharti update 2024, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) અને લોકરક્ષકની નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી
પોલીસની ભરતીમાં પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અરજીઓ મંગાવી ત્યારે પીએસઆઈની 51,800 અને લોકરક્ષક 1.35 લાખ જેટલી અરજી આવી છે.
નવેમ્બર મહિનામાં શારિરીક કસોટી શરુ થશે
શારીરિક કસોટી વિશે તેમણે કહ્યું હતું કે નવેમ્બર મહિનામાં આપણે શારિરીક કસોટી શરુ કરીશું. પીએસઆઈની પરીક્ષા પુરી થયા પછી લોરરક્ષકની શારીરિક કસોટીનું આયોજન કરાશે. આ ભરતીમાં પીએસઆઈ અને લોકરક્ષક બન્નેમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ એક જ વખત શારિરીક કસોટી આપવાની રહેશે.
આ પણ વાંચો –
- GPHC recruitment 2024 | ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી : વર્ગ-1 અધિકારી બનીને ₹ 2 લાખ સુધીનો પગાર મેળવવાની સુવર્ણ તક, વાંચો તમામ
- ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 જગ્યાઓ ભરાશે | police bharti update
ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.
પોસ્ટ | પુરુષ | મહિલા |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 316 | 156 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 4422 | 2187 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) | 1000 | 00 |
જેલ સિપાઈ | 1013 | 85 |
કુલ | 8963 | 3509 |
પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે
પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે. ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે.