Dudhsagar Dairy Recruitment 2024, દૂધસાગર ડેરી ભરતી : મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની ઉત્તમ તક આપી ગઈ છે. મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. ભરતી અંતર્ગત 10 જગ્યાઓ ભરવા માટે દૂધસાગર ડેરીએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
દૂધસાગર ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.
દૂધસાગર ડેરી ભરતી માટે મહત્વની વિગતો | Dudhsagar Dairy Recruitment 2024
સંસ્થા | દૂધસાગર ડેરી, મહેસાણા |
પોસ્ટ | આસીસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ |
જગ્યા | 10 |
વયમર્યાદા | મહત્તમ 35 વર્ષ |
ભરતી જાહેરાત તારીખ | 11 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેરાત થયાના 15 દિવસની અંદર |
વેબસાઈટ | https://www.dudhsagardairy.coop/ |
દૂધસાગર ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
દૂધસાગર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી આસીસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બી.ટેક કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર મોટી સહકારી સંસ્થામાં Q.A. અને દૂધ ચિલિંગ સેન્ટર વિસ્તારમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
દૂધસાગર ડેરી ભરતી માટે પગાર ધોરણ અને વયમર્યાદા
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.ની આ ભરતી માટે વયમર્યાદા અંગે વાત કરીએ તો નોટિફિકેશન પ્રમાણે રસ ધરાવતા અને લાયક ઉમેદવારની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત સંસ્થાએ પોતાના નોટિફિકેશનમાં પગાર ધોરણનો ઉલ્લેખ કર્યો નથી.
આ પણ વાં ચોઃ-
- સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી
- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે આવી ગયો જોરદાર મોકો, ₹ 75,000 સુધી પગાર
- જે-તે વિષયની Quiz આપવા માટે તેના નામ પર ક્લિક કરો.
અરજી કેવી રીતે કરવી?
- દૂધસાગર ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદાવરોએ ડેરીની સત્તાવાર વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને આપેલા સરનામા પર ભરતી જાહેરા પ્રસિદ્ધ થયાના 15 દિવસની અદંર અરજી મોકલી આપવાની રહેશે.
- બાયોડેટા અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પ્રમાણપત્રોની નકલો સાથે અરજી કરવી
નોટિફિકેશન
દૂધસાગર ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
અરજી મોકલવાનું સરનામું
જનરલ મેનેજર (એચઆર, એડમિન અને કમિશન),મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ., હાઈવે રોડ, મહેસાણા – 384002 ગુજરાત
નોંધ: GCMMF અને તેના સિસ્ટર યુનિયનના કર્મચારીઓએ ઇન્ટરવ્યુ સમયે NOC રજૂ કરવું જરૂરી છે.