GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ 2 અધિકારી પોસ્ટ માટે કુલ 111 જગ્યાઓ બહાર પાડી છે. જીપીએસસી ભરતી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ -2ની જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પોસ્ટની કુલ બે જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મહિલા અધિકારી વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
GPSC Recruitment 2025 ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC) |
પોસ્ટ | મહિલા અધિકારી વર્ગ-2 |
વિભાગ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય |
જગ્યા | 2 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 40 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22-1-2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
સામાન્ય | 1 |
આર્થિક રીતે નબળા વર્ગો | 0 |
સા.શૈ.પછાત વર્ગ | 1 |
અનુસુચિત જાતિ | 0 |
અનુસુચિત જનજાતિ | 0 |
કુલ | 2 |
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લેબર સ્ટડીઝ/ ઔદ્યોગિક સંબંધોમાં M.A. અને શ્રમ કલ્યાણ/એમ.એ. શ્રમ અને સમાજ કલ્યાણ/માસ્ટરમાં લેબર મેનેજમેન્ટ / સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધુ જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ખાસ વાંચવું.
- ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
પગાર ધોરણ
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મહિલા અધિકારી વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-08 પ્રમાણે ₹ 53,100-1,67,800 પગાર મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
- ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
અરજી ફી
- સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા વત્તા સર્વિસ ચાર્જ છે.
- મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભવારની રહેતી નથી,
- ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેવારોએ નિયત ફી ભરવાની રહેશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારોએ વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
નોટિફિકેશન
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મહિલા અધિકારી વર્ગ 2 પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.