Income Tax Recruitment 2025, ઇન્કમ ટેક્સ ભરતી : રમતગમતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા બાદ સરકારી નોકરીની શોધમાં રહેલા ખેલાડીઓને આવકવેરા વિભાગ એક મોટી તક આપી રહ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગે સ્પોર્ટ્સપર્સન માટે સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઈન્કમ ટેક્સ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્ત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
ઇન્કમ ટેક્સ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | આવકવેરા વિભાગ (Income Tax) |
પોસ્ટ | સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS |
જગ્યા | 56 |
વય મર્યાદા | 18 વર્ષથી 27 વર્ષ |
ક્વોટા | સ્પોટ્સ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5-4-2025 |
ક્યાં અરજી કરવી | www.incometaxhyderabad.gov.in |
Income Tax Recruitment 2025 પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 | 2 |
ટેક્સ આસિસ્ટન્ટ | 28 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ(MTS) | 26 |
કુલ | 56 |
કઈ રમત માટે કેટલી જગ્યા
આ ભરતી બેડમિન્ટન, બાસ્કેટબોલ, ચેસ, બોડી બિલ્ડિંગ, ફૂટબોલ, કબડ્ડી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેનિસ, ક્રિકેટ સહિત કુલ 17 રમતો માટે છે.
રમત | પુરુષ | મહિલા |
એથલેટિક્સ | 3 | 3 |
બેડમિન્ટન | 2 | 2 |
બિલિયાર્ડ એન્ડ સ્નૂકર્સ | 1 | 0 |
બાસકેટબોલ | 4 | 0 |
બોડી બિલ્ડિંગ | 1 | 0 |
બ્રીઝ | 1 | 1 |
કેરમ | 1 | 1 |
ચેસ | 1 | 1 |
ક્રિકેટ | 4 | 0 |
ફૂટબોલ | 4 | 0 |
હોકી | 4 | 0 |
કબડ્ડી | 4 | 0 |
સ્ક્વોશ | 1 | 1 |
સ્વિમિંગ | 2 | 2 |
ટેનિસ | 2 | 2 |
ટેબલ ટેનિસ | 2 | 2 |
વોલિબોલ | 4 | 0 |
કુલ | 41 | 15 |
ઇન્કમ ટેક્સ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સ્ટેનોગ્રાફર ગ્રેડ II માટે 12મું પાસ અથવા તેની સમકક્ષ લાયકાત અરજી કરી શકે છે.
- કર સહાયક (TA) માટે સ્નાતકો
- MTS માટે 10મા પાસ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
શૈક્ષણિક લાયકાતની સાથે અરજદારો પાસે રમતગમતને લગતી વિશેષ લાયકાત પણ હોવી જોઈએ. ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ, નેશનલ/સ્પોર્ટ/ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ/ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ/ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ/ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લેવો આવશ્યક છે.
ઇન્કમ ટેક્સ ભરતી માટે પગાર
પોસ્ટ | પગાર(રૂપિયામાં પ્રતિ માસ) |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (સ્ટેનો) | 25,500-81,100 |
કર સહાયક (TA) | 25,500-81,100 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) | 18,000-56,900 |
વય મર્યાદા
સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 18 થી 27 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે 18 થી 25 વર્ષની વયના ઉમેદવારો મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે અરજી કરી શકે છે. સામાન્ય/ઓબીસી ઉમેદવારોને ઉપરની ઉંમરમાં 5 વર્ષની છૂટ મળશે. જ્યારે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને નિયમો મુજબ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ માટે 👉અહીં ક્લિક કરો
કેવી રીતે અરજી કરવી?
- આવક વેરા વિભાગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ www.incometaxhyderabad.gov.in પર જવું.
- અહીં રિક્રૂટમેન્ટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
- ઉમેદવારોએ 5-4-2025 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.