Exim bank recruitment 2025, એક્ઝિમ બેંક ભરતી 2025: અત્યારે વિવિધ બેંકોમાં ભરતીઓ ચાલી રહી છે ત્યારે વધુ એક બેંક દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (એક્સીમ બેંક) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથધરી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
એક્ઝિમ બેંક ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
એક્ઝિમ બેંક ભરતી 2025 ની મહત્વની માહિતી
સંસ્થા | એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (એક્સીમ બેંક) |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 28 |
વય મર્યાદા | 28થી 40 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 એપ્રિલ 2025 |
ક્યાં અરજી કરવી | eximbankindia.in |
એક્સિમ બેંક ભરતીની પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
મેનેજમેન્ટ તાલીમાર્થી-ડિજિટલ ટેકનોલોજી | 10 |
મેનેજમેન્ટ તાલીમાર્થી-સંશોધન અને વિશ્લેષણ | 5 |
મેનેજમેન્ટ તાલીમાર્થી -રાજભાષા | 2 |
મેનેજમેન્ટ ટ્રેઇની-લીગલ | 5 |
ડેપ્યુટી મેનેજર-લીગલ (ગ્રેડ/સ્કેલ જુનિયર મેનેજમેન્ટ I) | 4 |
ડેપ્યુટી મેનેજર (ડેપ્યુટી કમ્પ્લાયન્સ ઓફિસર) (ગ્રેડ/સ્કેલ જુનિયર મેનેજમેન્ટ I) | 1 |
ચીફ મેનેજર (અનુપાલન અધિકારી) (ગ્રેડ/સ્કેલ મિડલ મેનેજમેન્ટ III) | 1 |
કુલ | 28 |
શૈક્ષણિક લાયકાત
એક્સિમ બેંક ભરતી અંતર્ગત મેનેજમેન્ટ તાલીમાર્થીથી લઈને ચીફ મેનેજર સુધીની પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા અરજી પ્રક્રિયા ચાલું છે. આ ભરતી અંતર્ગત સંસ્થાએ વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદવારોએ એક્સિમ બેંક ભરતી માટે શૈક્ષણિક લાયાકત અંગે વિગતે જાણવા માટે આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
પગાર ધોરણ
- ડેપ્યુટી મેનેજર (I): ₹ 48,480 થી ₹ 85,920
- ચીફ મેનેજર (III): ₹85,920 થી ₹1,05,280
- બેંકમાં એક વર્ષની તાલીમનો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, મેનેજમેન્ટ તાલીમાર્થીઓને જુનિયર મેનેજમેન્ટ (JM-I) ગ્રેડમાં ડેપ્યુટી મેનેજર તરીકે સમાઈ જશે. તાલીમ સમયગાળા દરમિયાન, તેઓને માસિક રૂ. 65,000 નું સ્ટાઈપેન્ડ મળશે.
વય મર્યાદા
એક્સિમ બેંક ભરતી અંતર્ગત મેનેજમેન્ટ તાલીમાર્થીથી લઈને ચીફ મેનેજર સુધીની ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 28 વર્ષથી 40 વર્ષ વચ્ચેના ઉમદેવારો અરજી કરી શકશે. અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
- એક્સિમ બેંક ભરતી અંતર્ગત અરજી કરવા માટે બેંકની વેબસાઈટ eximbankindia.in ઉપર જવું
- અહીં કરિયર ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરવું
- અહીં ઓનલાઈન એપ્લિકેશન કરવાનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરવું
- અહીં અરજી ફોર્મ ખુલશે જ્યાં માંગેલી માહિતી ભરીને અરજી સબમીટ કરવી
- અરજી ફાઈનલ સબમીટ કર્યા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે એક્સિમ બેંક ભરતી અંતર્ગત ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલનું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.