WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPHC recruitment 2024 | ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી : વર્ગ-1 અધિકારી બનીને ₹ 2 લાખ સુધીનો પગાર મેળવવાની સુવર્ણ તક, વાંચો તમામ માહિતી

GPHC recruitment 2024 :- ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી : ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અધીક્ષક ઇજનેર (સિવિલ), કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) સહિતની 8 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે માટે સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આગામી 28 ઓગસ્ટ 2024ના રોજ શરુ થશે. અને 11 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે.

ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રગાર, અરજી કરવાની શરૂઆતની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી માટે મહત્વની માહિતી GPHC recruitment 2024

સંસ્થાગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ
પોસ્ટઈજનેરની વિવિધ પોસ્ટ
જગ્યા8
અરજી કરવાની શરુઆતની તારીખ28-8-2024
અરજી કરવાની છેલ્લી તારીખ11-9-2024
સત્તાવાર વેબસાઈટhttps://gsphc.gujarat.gov.in

ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
અધીક્ષક ઇજનેર(સિવિલ)1
કાર્યપાલક ઇજનેર (સિવિલ)3
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)4

ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત પોલીસ આવાસ નિમગ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીએ સિવિલ એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ અથવા સિવિલમાં બીટેક કરેલું હોવું જોઈએ. અનુભવની વાત કરીએ તો ઉમેદવારો પાસેથી વિવિધ પોસ્ટ માટે વિવિધ અનુભવ માંગવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વય મર્યાદા અને પગાર

પોસ્ટવયમર્યાદપગાર
અધીક્ષક ઇજનેર(સિવિલ)45થી50 વર્ષ78,800 – 20,92200 (લેવલ-12)
કાર્યપાલક ઇજનેર (સિવિલ)39થી45 વર્ષ67,700-2087700 (લેવલ-11)
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)32થી38 વર્ષ53,100-167800 (લેવલ-9)

ગુજરાત પોલીસ નિગમ લિમિટેડ ભરતી પક્રિયા

જરૂરી લાયકાતના અસલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ આગળની ભરતી પ્રક્રિયા માટે વખતો વખત નિગમની વેબસાઈટ પર સુચના મુકવામાં આવશે. તેમજ લાયક ઉમેદવારોને કોલ લેટર થકી જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયાનાં દરેક તબક્કે ઉમેદવારે ફરજિયાત પણે ઉપસ્થિત રહેવાનું રહેશે. જો ઉમેદવાર ભરતી પ્રક્રિયાને કોઈપણ તબક્કે ગેરહાજર રહેશે. તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે.

નોટિફિકેશન

ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રગાર, અરજી કરવાની શરૂઆતની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

અરજી પત્રક ભરવા માટેની સુચનાઓ

  • તમામ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન અરજી કરાવની રહેશે. આ ઓનલાઈન અરજી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી કરી શકાશે.
  • લાયકાતો ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત જગ્યા માટે એક જ અરજી પત્ર ભવાનું રહેશે.
  • અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે સંગીન પાસપોર્ટ સાઈઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્ર અને પૂરાવા રાખવા. જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય.
  • ઓનલાઈન અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જે દસ્તાવેજ ચકાસણી વખતે રજૂ કરવાની રહેશે.

ઉમેદવારોને ખાસ સૂચન છે કે અરજી કરતા પહેલા લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.

આ પણ વાંચોઃ- ઇન્ડિયન નેવીમાં ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ભરતી

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો

Spread the love
Scroll to Top