WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Recruitment 2025 મહિલા અધિકારી બની મેળવો 1.67 લાખ સુધી પગાર, સંપૂર્ણ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ 2 અધિકારી પોસ્ટ માટે કુલ 111 જગ્યાઓ બહાર પાડી છે. જીપીએસસી ભરતી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ -2ની જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પોસ્ટની કુલ બે જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મહિલા અધિકારી વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025 ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC)
પોસ્ટમહિલા અધિકારી વર્ગ-2
વિભાગશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય
જગ્યા2
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા40 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ22-1-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
સામાન્ય1
આર્થિક રીતે નબળા વર્ગો0
સા.શૈ.પછાત વર્ગ1
અનુસુચિત જાતિ0
અનુસુચિત જનજાતિ0
કુલ2

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લેબર સ્ટડીઝ/ ઔદ્યોગિક સંબંધોમાં M.A. અને શ્રમ કલ્યાણ/એમ.એ. શ્રમ અને સમાજ કલ્યાણ/માસ્ટરમાં લેબર મેનેજમેન્ટ / સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધુ જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ખાસ વાંચવું.
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ

પગાર ધોરણ

  • ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મહિલા અધિકારી વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-08 પ્રમાણે ₹ 53,100-1,67,800 પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
  • ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે

અરજી ફી

  • સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા વત્તા સર્વિસ ચાર્જ છે.
  • મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભવારની રહેતી નથી,
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોએ વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

GPSC Recruitment 2025

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મહિલા અધિકારી વર્ગ 2 પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Spread the love
Scroll to Top