GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Service Class III)(Group A and Group B) (Combined Competitive Examination) માટે જુનિયર ક્લાર્ક, સિનીયર ક્લાર્ક, હેડ કલાર્ક વગેરે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
GSSSB ભરતી 2024
જાહેરાત ક્રમાંક | 2126/202324 |
પોસ્ટ ટાઈટલ | GSSSB ભરતી 2024 |
પોસ્ટ નામ | જુનિયર ક્લાર્ક ભરતી 2024 સિનીયર ક્લાર્ક ભરતી 2024 હેડ ક્લાર્ક ભરતી 2024 ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2024 સમાજ કલ્યાણ નિરીક્ષક ભરતી 2024 ગૃહમાતા ભરતી 2024 ગૃહપતિ ભરતી 2024 જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2024 વગેરે… |
કુલ જગ્યા | 4304 |
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
છેલ્લી તારીખ | 31-01-2024 |
સત્તાવાર વેબસાઈટ | www.gsssb.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
GSSSB Bharti 2024
GSSSB Recruitment 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 4304 ગ્રુપ A અને ગ્રુપ B માટે વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
સંવર્ગનું નામ | વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ | કુલ જગ્યા | પગાર |
જુનિયર ક્લાર્ક | વિવિધ ખાતાના વડા | 2018 | 26,000/- |
સિનીયર ક્લાર્ક | વિવિધ ખાતાના વડા | 532 | 26,000/- |
હેડ કલાર્ક | વિવિધ ખાતાના વડા | 169 | 40,800/- |
ઓફિસ આસિસ્ટન્ટ | સચિવાલય, જાહેર સેવા આયોગ | 210 | 26,000/- |
જુનિયર કલાર્ક | કલેકટર કચેરીઓ | 590 | 26,000/- |
કાર્યાલય અધિક્ષક | કમિશ્નરશ્રી, મત્સ્યોઉદ્યોગની કચેરી | 2 | 49,600/- |
કચેરી અધિક્ષક | ખેતી નિયામકની કચેરી | 3 | 49,600/- |
સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 | નોંધણી સર નિરીક્ષકની કચેરી | 45 | 49,600/- |
સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 | નોંધણી સર નિરીક્ષકની કચેરી | 53 | 40,800/- |
સ્ટેમ્પ નિરીક્ષક | સુપ્રિ. ઓફ સ્ટેમ્પસની કચેરી | 23 | 40,800/- |
સમાજ કલ્યાણ નિરીક્ષક | નિયામકશ્રી વિકસતી જાતી | 46 | 40,800/- |
મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક | નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ | 13 | 49,600/- |
સમાજ કલ્યાણ નિરીક્ષક | નિયામકશ્રી અનુસૂચિત જાતી કલ્યાણ | 102 | 40,800/- |
ગૃહમાતા | નિયામકશ્રી સમાજ સુરક્ષા | 6 | 26,000/- |
ગૃહપતિ | નિયામકશ્રી સમાજ સુરક્ષા | 14 | 26,000/- |
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી | નિયામકશ્રી આદિજાતિ વિકાસની કચેરી | 65 | 49,600/- |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | નિયામકશ્રી અનુસૂચિત જાતી | 7 | 49,600/- |
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. | 372 | 26,000/- |
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. | 26 | 40,800/- |
જુનિયર આસિસ્ટન્ટ | નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી | 8 | 26,000/- |
કુલ જગ્યા | 4304 |
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-1956ની કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.
ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
તારીખ 31-01-2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ આપવામાં આવશે
પરીક્ષા ફી
સામાન્ય વહીવટ વિભાગના તારીખ 18-05-2023ના જાહેરનામાની જોગવાઈ-11 મુજબ ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ એ તથા ગ્રુપ બી) (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) માટે પરીક્ષા ફીના દર નીચે મુજબ રહેશે.
વર્ગ | પ્રાથમિક પરીક્ષા ફી |
બિન અનામત વર્ગ | રૂ. 500/- |
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો) | રૂ. 400 |
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. |
ઉમેદવારોએ પરીક્ષા ફી 02-02-2024 (23:59) સુધી ફરજીયાત ઓન-લાઈન ભરવાની રહેશે. આ ફી રોકડમાં, ડિમાંડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે-ઓર્ડર કે અન્ય કોઈ સ્વરૂપે ફી સ્વીકારવામાં આવશે નહી જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
નોંધ: લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ જાહેરાતમાં આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરો
GSSSB ભરતી 2024 ઉમેદવારોની પસંગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
1) પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પદ્ધતિથી)
2) મુખ્ય પરીક્ષા
GSSSB ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
GSSSB ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 04-01-2024 (14-00 કલાક)
અરજી છેલ્લી તારીખ : 31-01-2024 (23.59 કલાક)
GSSSB ભરતી 2024 અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
GSSSB ભરતી 2024 : FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો:
અરજી કરવાની અંતિમ તારીખ શું છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2024, રાત્રીના 23-59 કલાક છે.
આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?
અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે
Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Telegram Group માં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
YouTube Channel Subscribe કરવા માટે | અહીં ક્લિક કરો |
Home Page માટે | Click Here |