WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ

Gujarat Police Bharti 2024 ગુજરાત પોલીસ ભારતી 2024 જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે દ્વારા PSI, કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. તો લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓફિસીયલ વેબસાઈટ પર જઈને PSI, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે અરજી કરી શકશો.

આ ભરતીની અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી જેવી માહિતી તમને નીચે આપેલ છે.

આ પણ વાંચો- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી

Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ

Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ | Sarkari Naukri Updates
સંસ્થાનું નામગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
પોસ્ટનું નામPSI, કોન્સ્ટેબલ, જેલ સિપાહી  
કુલ જગ્યા12472
અરજીનો પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ26-08-2024
છેલ્લી તારીખ09-09-2024
ઓફિસીયલ વેબસાઇટhttps://lrdgujarat2021.in/

પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે?

એવામાં આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવશે કે OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા તે અંગે પણ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા આપી છે. ઉમેદવારોની મૂંઝવણ દૂર કરવા માટે જણાવ્યું કે, આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી નહીં પરંતુ OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લેવાશે. 

ધો.12 માં પાસ થયેલા ઉમેદવાર માટે સુવર્ણ તક

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 મે ના રોજ  લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું એટલે નોંધનીય છે કે, પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરવા માટેની મોટી તક આપવામાં આવી છે.

પોસ્ટની કુલ સંખ્યા :

  • 12472 છે

ગુજરાત પોલીસ ભરતી 2024 નોકરીની વિગતો:

ક્રમ નં. પોસ્ટપોસ્ટની સંખ્યા
1બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
2બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
3બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
4બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
5હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
6હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
7હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
8જેલ સિપોઇ (પુરૂષ)1013
9જેલ સિપોઇ (મહિલા)85
કુલ 12472

ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.

પોસ્ટપુરુષમહિલા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર316156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ44222187
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF)100000
જેલ સિપાઈ101385
કુલ89633509

ગુજરાત પોલીસ ભરતી 2024 – શૈક્ષણિક લાયકાત : 

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર: (PSI) ઉમેદવાર ભારતમાં અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.): (Lokrakshak) ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧- યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ગુજરાત પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી ફી

કેટેગરીપોસ્ટઅરજી ફી
જનરલPSI₹ 100
જનરલLRD₹ 100

ફકત જનરલ ઉમેદવારો (પુરૂષ/મહિલા) એ

  • પો.સ.ઇ. કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ
  • લોકરક્ષક કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ
  • બંન્ને (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) રૂ. ૨૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ

ગુજરાત પોલીસ ભરતી 2024 – વય મર્યાદા : 

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર માટે લધુતમ-૨૧ વર્ષ મહત્તમ-૩૫ વર્ષ
  • લોકરક્ષક કેટર માટે લધુતમ -૧૮ વર્ષ મહત્તમ-૩૩વર્ષ

પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદામાં છુટ બાબતે સુચનાઓઃ

  • SC, ST, SEBC, EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  • તમામ મહિલા ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  • અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૧૦ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  • રાજય પોલીસ દળમાં કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / એ.એસ.આઇ. તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.
  • માજી સૈનિકના વખતો વખતના નિયમોનુસાર મળવાપાત્ર છુટ.
  • ઉપરોકત તમામ છુટાછાટ બાદ ઉમેદવાર ( માજી સૈનિક સિવાય) ની ઉંમર ૪૫ (પિસ્તાલીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.

ગુજરાત પોલીસ ભરતી 2024 – શારીરિક ધોરણો : 

DOGS લોકરક્ષક

ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

  • ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા – પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે. અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહશે.
  • ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઈસ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કોડ પસંદ કરવાનું રહેશે. તેમજ ફક્ટ લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. આ ઉપરાંત જો બંને માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પસંદ કરવાનું રહેશે.
  • માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 અને સુધારેલ નિયમો 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત ળવા પાત્ર છે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોની ઈમેજ 15 કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઈમેજ 15 કેબી સાઈઝથી વધુ નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.

નોંધ – આ ફી જનરલ વર્ગ માટે અરજી ફી ભરવાની છે. જોકે, ઈડબ્લ્યુએસ, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ, સામાજીક અને આર્થિક પછાત વર્ગ તેમજ માજી સૈનિક ઉમેદવારોને અરજી ફીમાંથી મૂક્તિ આપવામાં આવી છે.

ગુજરાત પોલીસ ભરતી 2024 – કેવી રીતે અરજી કરવી? : 

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સરનામું

નોંધઃ જો કોઇ ઉમદવારને ખાસ કિસ્સામાં જરૂરીયાત જણાય તો જ રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવા જણાવવુ.
“ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃ ગ-૧૨, સરિત ઉધાનની નજીક
સેકટર-૯, ગાંધીનગર પીનઃ ૩૮૨૦૦૭”

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે જાણકારી આપતા લખ્યું હતું કે લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.

એટલે કે પીએસઆઈ અને લોકરક્ષકની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 30 એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, આ સમય દરમિયાન જે ઉમેદવારોને અરજી કરવાની બાકી રહી ગઈ હોય તેવા ઉમેદવારોને અરજી કરવા માટે ફરીથી તક મળશે. આ ઉમેદવારો હવે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે

આ ઉપરાંત અન્ય એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે. ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે. એપ્રિલમાં બાકી રહેલા ઉમેદવારો માટે ફરી તક આપવામાં આવી છે.

Gujarat Police Recruitment 2024 – વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

મહિલાઓ કઇ કઇ જગ્યાઓ માટે અરજી કરી શકશે?

મહિલાઓ એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ (SRPF) સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે.

માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે?

આર્મી/નેવી/ એર ફોર્સમાંથી નિયમોનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખ થી એક વર્ષની અંદર નિવૃત થનાર હોય તે જ માજી સૈનિક તરીકે અરજી કરી શકે. BSF/ RPF /પેરામીલેટ્રી ફોર્સના નિવૃત્ત કર્મચારી અરજી કરી શકે નહીં.)

શારીરીક અપંગતા (ખોડખાપણ) માટે કેટલી જગ્યા અનામત છે?

આ પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઇ જગ્યા અનામત નથી.

CCC કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ન હોય તો અરજી કરી શકાય?

હા. પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વજ્ઞાન હોવુ જરૂરી છે. જે અંગે રાજય સરકારશ્રીએ વખતો-વખત નકકી કર્યા મુજબ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પહેલા અચુક રજુ કરવાનું રહેશે

SEBC માટે નોન-ક્રિમીલેયર સર્ટીફિકેટ રજુ કરવાનું છે?

હા, અરજીમાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ SEBC ઉમેદવારો માટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધીનાં સમય ગાળામાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ મેળવેલ હોવુ જોઇએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં.

EWS માટે કયુ સર્ટીફિકેટ રજુ કરવાનું છે?

અરજીમાં EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ EWS ઉમેદવારો માટે તા.૦૧/૦૫/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૪ ની સુધીનાં સમય ગાળાનું પાત્રતા પ્રમાણપત્ર મેળવેલ હોવુ જોઇએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં.

SC/ST/SEBC/EWSના ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે?

નિયમ મુજબ STના ઉમેદવારોને ઉંચાઇમાં લાભ મળશે ( મૂળ ગુજરાતના હોય તેઓને ) જયારે SC/ST/SEBC/EWS કેટેગીરીનાં ઉમેદવારોને ઉંમરનો લાભ મળવાપાત્ર થશે.

Spread the love
Scroll to Top