JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં રહેતા અને સિવિલ એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2ની 15 જગ્યાઓ ભરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ ધરાવતા અને લાયકત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.
જામનગર મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) |
પોસ્ટ | જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2 |
જગ્યા | 15 |
વય મર્યાદા | 18થી 35 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8-4-2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
જામનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
બિનઅનામત | 9 |
અનુ.જાતિ | 1 |
અનુ.જન જાતિ | 2 |
સા.શૈ.પ.વર્ગ | 2 |
આર્થિક નબળા વર્ગ | 1 |
કુલ | 15 |
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટી – બોર્ડના બેચલર ઓફ એન્જિનિયરિંગ (સિવિલ) અને અનુભવીને પ્રથમ પસંદગી
- ડિપ્લોમાં ઈન સિવિલ એન્જીનીયરિંગ તથા 5 વર્ષનો અનુભવ
- સરકારે નક્કી કરેલા કોઈપણ તાલીમ સંસ્થાનું કમ્પ્યુટરના બેઝિક નોલેજનું પ્રમાણપત્ર હોવું જોઈએ
પગાર ધોરણ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગારપંચના પે સ્કેલ પ્રમાણે ₹ 44,900- ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
મહત્વની તારીખ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારખી 8-4-2025 રાત્રે 23.59 કલાક નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ઉમેદવારો સંસ્થાની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી ફી
સામાન્ય કેટેગરીના ઉમદેવારોને અરજી ફી તરીકે 1000 રૂપિયા જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા ચૂકવવાની રહેશે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- JMC Bharti માટે અરજી કરવા ઉમેદવારોએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
- ઓનલાઈન અરજી કર્યાની પ્રીન્ટ આઉટ કાઢી લેવી
- ઉમેદવારો 8-4-2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ઉમેદવારોને સૂચન છે કે જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક ચોક્કસ વાંચવું.