PGVCL Recruitment 2024,પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી : પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીડેટ દ્વારા લાઇનમેન એપ્રેન્ટીસની ભરતી બહાર પાડી છે. સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.
PGVCL Recruitment 2024,પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી : કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહેતા અને નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીડેટ દ્વારા લાઇનમેન એપ્રેન્ટીસની ભરતી બહાર પાડી છે. સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરી પ્રકાર, જગ્યાનું નામ, અરજી કરવાની રીત, શારીરિક કસોટી, મહત્વની તારીખ સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
PGVCL Recruitment 2024 | પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી
સંસ્થા | પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યાનું નામ | લાઇનમેન |
ખાલી જગ્યા | 668 |
સ્ટાઈપેન્ડ | સરકારના ધારાધોરણ પ્રમાણે |
વય મર્યાદા | 18થી 30 વર્ષ વચ્ચે |
અરજી કરવાની તારીખ | વિવિધ |
વેબસાઈટ | https://www.pgvcl.com/ |
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી પોસ્ટની વિગતો
કચેરી | જગ્યા |
ભાવનગર | 22 |
મોરબી | 9 |
જુનાગઢ | 12 |
બોટાદ | 7 |
સુરેન્દ્રનગર | 19 |
રાજકોટ ગ્રામ્ય | 179 |
અમરેલી | 30 |
રાજકોટ શહેર | 136 |
પોરબંદર | 11 |
ભુજ | 93 |
અંજાર | 42 |
જામનગર | 108 |
કૂલ | 668 |
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, લાયકાત
- શૈક્ષણિક લાયકાત – માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ
- ટેક્નીકલ લાયકાત – માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન-ઇલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
વયમર્યાદા
- વયમર્યાદા – ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની ઉંમર
આ પણ વાંચો
- ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો
- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી
- ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ
- GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી | GSCSCLમાં આસીસ્ટન્ટ મેનેજરની નોકરી
- STBI Recruitment 2024 | વડોદરામાં ₹ 50,000ની નોકરી મેળવવાની સારી તક
- GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગમાં વીમા તબીબી અધિકારીની ભરતી
- Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ
- જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification)
- Power Grid Bharti 2024 | પાવર ગ્રીડ ભરતી 2024
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, એપ્રેન્ટીસ સમય અને પગાર
પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા બહાર પાડેલી ભરીત અંતર્ગત લાઇનમેન એપ્રેન્ટીસ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે અને ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે પસંદ પામેલા ઉમેદવારોને સ્ટાઈપેન્ડ મળશે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, જરૂરી દસ્તાવેજો
- તાજેતરના પાસપોર્ટ સાઈઝના 4 ફોટો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
- ટેક્નીકલ લાયકાત આઈ.ટી.આઈ (ઇલેક્ટ્રીશીયન-વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર
- ફોટા સહીતનું ઓળખપત્ર
- એ.સી.વી.ટી.- જી.સી.વીટી. પ્રમાણપત્ર
- દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
- GSO-295 અન્તર્ગતના ઉમેદવારે પોતાના પિતા-માતાનો બોર્ડ-કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકાર્ડ
- જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ
નોટિફિકેશન
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરી પ્રકાર, જગ્યાનું નામ, અરજી કરવાની રીત, શારીરિક કસોટી, મહત્વની તારીખ સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમય
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોએ જે તે જીલ્લાની વર્તુળ કચેરી ખાતે શારીરિક કસોટી માટે નિયત તારીખ સમય સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. જિલ્લો, કચેરીનું નામ, સ્થળ, તારીખ જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટીફિકેશન વાંચવું.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, કેવી રીતે થશે પસંદગી?
- ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલી શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ પર આપવામાં આવતી સૂચના મૂજબ પસાર કરવી.
- આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પુરી કરવાની રહેશે
- શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમજ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલા કૂલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે.
ઉમેદવારોને સૂચત કરવામાં આવે છે કે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચ્યા બાદ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો.