Sabarkantha Bharti Sabar Gram Seva Mahavidyalaya Recruitment સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી : સાબરકાંઠા અને આજુબાજુ જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સાબરકાંઠામાં નોકરી મેળવવાનો સુવર્ણ તક આવી ગઈ છે. સાબર ગ્રામસેવા મહાવિદ્યાલ સોનાસણ દ્વારા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા કૂલ 07 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, લાયકાત, અરજી પ્રક્રિયા, એપ્લિકેશન મોડ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા.
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય, સોનાસણ, સાબરકાંઠા |
પોસ્ટ | શૈક્ષણિક અને બિનશૈક્ષણિક |
જગ્યા | 7 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
વયમર્યાદા | વિવિધ |
જાહેરાત બહાર પડ્યાની તારીખ | 5 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત બહાર પાડ્યાથી 15 દિવસની અંદર |
સત્તાવાર વેબસાઈ | https://www.sabargram.com/ |
Sabarkantha Bharti Sabar Gram Seva Mahavidyalaya Recruitment
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
અધ્યાપક(માનવવિદ્યા) | 1 |
અધ્યાપક(બાગાયત) | 1 |
હિસાબનીશ | 1 |
શ્રમ સંયોજક | 1 |
ગ્રંથપાલ | 1 |
જૂનિયર ક્લાર્ક | 1 |
સ્ટોકમેન | 1 |
કૂલ | 7 |
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ પણ વાંચોઃ-
- અધ્યાપક (માનવવિદ્યા) – એમ.એ. 55 ટકા ગુણ, એમ.એસ.સી. 55 ટકા ગુણ(અર્થશાસ્ત્ર-ઇતિહાસ-રાજનીતિ-સમાજશાસ્ત્ર-ગાંધીવિચાર-હોમસાયન્સ-પર્યાવરણશાત્ર)
- અધ્યાપક (બાગાયત) – એમ.એસ.સી (એગ્રી) 55 ટકા, એમ.આર.એસ. 55 ટકા
- હિસાબનીશ – એણ.બી.એ અથવા એમ.સી.એ અથવા એમ.કોમ અથવા એમ.એસ.સી (ગણિતશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર) અથવા એમ.એ (આંકડાશાસ્ત્ર) ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
- શ્રમ સંયોજક – બી.આર.એસ. પ્રથમ વર્ગ અથવા બી.એસ.સી એગ્રી પ્રથમ વર્ગ
- ગ્રંથપાલ – સ્થાનક અને બી.લિબ. પ્રથમ વર્ગ, એમ.લિબને પ્રથમ પસંદગી
- જૂનિયર ક્લાર્ક – ધોરણ 12 પાસ તેમજ માન્ય સસ્થામાંથી કમ્પ્યુટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
- સ્ટોકમેન – બી.આર.એસ. પ્રથમ વર્ગ અથવા સ્ટોકમેન પ્રમાણપત્ર સાથે બી.આર.એસ.
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે વયમર્યાદા અને પગાર ધોરણ
પોસ્ટ | વયમર્યાદા | પગાર (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ) |
અધ્યાપક(માનવવિદ્યા) | 37 વર્ષ | ₹38,090 |
અધ્યાપક(બાગાયત) | 37 વર્ષ | ₹38,090 |
હિસાબનીશ | 35 વર્ષ | ₹ 31,340 |
શ્રમ સંયોજક | 35 વર્ષ | ₹ 31,340 |
ગ્રંથપાલ | 35 વર્ષ | ₹ 31,340 |
જૂનિયર ક્લાર્ક | 33 વર્ષ | ₹19,950 |
સ્ટોકમેન | 35 વર્ષ | ₹19,950 |
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે લેખિત પરીક્ષાની પદ્ધતિ, અભ્યાસક્રમ તથા ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય નિયમો, શરતો, સંસ્થાની વેબસાટી www.sabargram.com પર જોઈને સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે.
ઉમેદવારો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત
- જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા (5-9-2024)થી દિન -15માં જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે રજી.એ.ડી.થી નીચેના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે.
- સરકારના ગ્રામ વિદ્યાપીઠો માટેની આચારસંહિતા તથા એન.ઓ.સીની શરતો અને નિયમોનું નિમણૂંક પામનાર કર્મચારીએ ચૂસ્તપણે પાલન કરવાનું રહશે. લેખિત સંમતિપત્ર આપવાનું રહેશે.
- લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને રૂપિયા પ્રોસેસ ફી નો ડી.ડી. આચાર્ય, સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય, સોનાસણના નામનો જોડવાનો રહેશે.
અરજી મોકલવાનું સરનામું
આચાર્ચશ્રી, સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય, મુ. સોનાસણ, તા. પ્રાંતિજ, જિલ્લો- સાબરકાંઠા, પીન – 383210
ખાસ નોંધા
અધ્યાપકની જગ્યાઓ અનામત કક્ષાની હવોાથી અરજી માટે કોઈ ફી નથી. બિનશૈક્ષણિકની જગ્યાઓ માટે એક કરતાં વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોએ દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની તથા ફી ભવાની રહેશે.