SBI recruitment 2025, SBI ભરતી 2025 : સરકારી બેંકમાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. બેંકે આ પોસ્ટની કૂલ 4 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અત્યારે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, હજી પણ જે ઉમેદવારોને અરજી કરવાની બાકી રહી છે તે ઉમેદવારો ફટાફટ અરજી કરી દો. કારણ કે હવે અરજી કરવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. અરજી કરવાની અંતિમ તારીખ 26-3-2025 છે.
SBI ભરતી 2025 અંતર્ગત મેનેજર રિટેલ પ્રોડક્શન પોસ્ટની વિગતે માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
SBI ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
પોસ્ટ | મેનેજર રિટેલ પ્રોડક્શન |
જગ્યા | 4 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વયમર્યાદા | 28થી 40 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26-3-2025 |
ક્યાં અજી કરવી | https://bank.sbi/web/careers/current-openings |
SBI ભરતી 2025 પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
SC | 1 |
OBC | 1 |
UR | 2 |
કુલ | 4 |
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય સંસ્થામાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) / પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ મેનેજમેન્ટ (PGPM) / માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (MMS) કોઈપણ વિદ્યાશાખામાં અભ્યાસક્રમ.
- સમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 28 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
SBI ભરતી 2025 અંતર્ગત મેનેજર રિટેલ પ્રોડક્શન તરીકે પસંદ પામેલા ઉમેદવારોને મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 3 પ્રમાણે Rs (85920-2680/5-99320-2980/2-105280) પગાર ચૂકવવામાં આવશે.
કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?
- SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
- હોમ પેજ પર ઉપલબ્ધ કારકિર્દી લિંક પર ક્લિક કરો.
- એક નવું પૃષ્ઠ ખુલશે જ્યાં ઉમેદવારોએ વર્તમાન ઓપનિંગ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- ફરીથી એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોએ SBI SCO રિક્રુટમેન્ટ 2025 લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- અરજી કરવાની ઓનલાઈન લિંક વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.
- નોંધણી કરો અને એકાઉન્ટમાં લૉગિન કરો.
- અરજી ફોર્મ ભરો અને અરજી ફીની ચુકવણી કરો.
- સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
- વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી રાખો.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે એસબીઆઈ ભરતી માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેન ધ્યાન પૂર્વક વાંચવું.