WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

🔴VMC Recruitment 2025 વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદારમાં જોરદાર પગાર વાળી બમ્પર નોકરીઓ, લાયકાતથી લઈને બધી જ માહિતી અહીં વાંચો

🔴VMC Recruitment 2025 વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદારમાં જોરદાર પગાર વાળી બમ્પર નોકરીઓ, લાયકાતથી લઈને બધી જ માહિતી અહીં વાંચો | Sarkari Naukri Updates

VMC Recruitment 2025, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘરે આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

VMC Recruitment 2025

વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
પોસ્ટવિવિધ એન્જીનિયર્સ
જગ્યા48
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ21-3-2025
ક્યાં અરજી કરવીwww.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ)9
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ)33
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(ઈલેક્ટ્રીક)3
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(મિકેનિકલ)3
કુલ48

શૈક્ષણિક લાયકાત

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ એન્જીનીયર પોસ્ટ માટે જેતે ક્ષેત્રમાં એન્જીનીયરિંગની ડિગ્રી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટની મુલાકાત ચોક્કસ લેવી

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારો 35 વર્ષથી વધારે ઉંમરના ન હોવા જોઈએ.

પગાર ધોરણ

  • VMC ભરતી 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 માસિક ફિક્સ પગાર મળશે.
  • ત્યાર બાદ સંતોષકારક કામગીરી જણાશે તો સંસ્થાએ નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગારમાં નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

અરજી ફી

કેટેગરીફી
બિન અનામત કક્ષાના ઉમેદવારો માટે₹400
અનામત કક્ષાના ઉમેદવારો માટે₹200

નોટિફિકેશન

પોસ્ટનોટિફિકેશન
આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ)Download
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ)Download
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(ઈલેક્ટ્રીક)Download
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(મિકેનિકલ)Download

Apply Online

પોસ્ટApply Online
આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ)Apply Online
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ)Apply Online
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(ઈલેક્ટ્રીક)Apply Online
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(મિકેનિકલ)Apply Online

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરતાં પહેલાં અરજદારે જાહેરાત વાંચી, પોતાની લાયકાત અંગેની યોગ્યતા ચકાસી લેવી.
  • ઓનલાઇન અરજી કરવા માટે વેબ બ્રાઉઝરમાં જોડાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઓનલાઇન ભરતી અંગેની લીંક સાથે જોડાવવા માટે https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx મુજબનું વેબ બ્રાઉઝરના એડ્રેસબારમાં ટાઇપ કરવું. આમ, કરવાથી ઓનલાઇન અરજી કરવા માટેની લીંક ખુલશે. એ પછીથી, જેમાં મહાનગરપાલિકાની વિવિધ જગો માટેના વિકલ્પ દેખાશે, જેમાં અરજદારને લગત વિકલ્પ પર કલીક કરવાથી વિકલ્પવાળી જગો માટેનું અરજી પત્રક ખુલશે.
  • ઓનલાઇન અરજી કરવા માટે અરજદારને સલાહ આપવામાં આવે છે કે, “SUBMIT” બટન દબાવતાં પહેલાં અરજી પત્રકમાં દરેક ફિલ્ડમાં જરૂરી માહિતી ભરેલ છે કે કેમ તેની કાળજી પૂવર્ક ચકાસણી કરી લેવી તેમજ અરજદારનું પોતાનું નામ, પિતા/પતિનું અટક વિગેરે અરજદારના સર્ટિફીકેટ કે માર્કશીટ વિગેરે જરૂરી દસ્‍તાવેજમાં દર્શાવેલ હોય તે મુજબની જ જોડણી (Spelling) મુજબ ની જ વિગતો ઓનલાઇન ફોર્મમાં ભરેલ છે કે કેમ તે કાળજી પૂર્વક પણે ચકાસી લેવું. એકવાર “SUBMIT” બટન દબાવ્યા બાદ કોઇ પણ જાતનો ફેરફાર કરવાની પરવાનગી રહેશે નહી.
  • અરજદારે ફોટોગ્રાફ સ્કેન માટે નીચે આપેલી માર્ગદર્શિકામાં આપવામાં આવેલ સ્પષ્ટીકરણો મુજબ પોતાનો ફોટોગ્રાફ અપલોડ કરવો જરૂરી છે.
  • અરજદારે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની પુષ્ટિ, એસએમએસ / ઈ- મેલ દ્વારા પ્રાપ્ત થશે. આથી, રજીસ્ટ્રેશન પુષ્ટિ પ્રાપ્ત કરવા માટે યોગ્ય મોબાઈલ નંબર / ઈ-મેલ સરનામું વિગેરે માહિતી બરાબર આપેલ છે. તેની ખાતરી કરી લેવી. વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.
  • વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.

ફોટોગ્રાફનુ સ્‍કેનીંગ કરવા અંગે માર્ગદર્શન :

  • અરજદારે ઓનલાઇન અરજી કરતાં પહેલાં નીચે આપેલ સ્પષ્ટીકરણો મુજબ અરજદારના ફોટોગ્રાફની સ્કેન (ડિજિટલ) ઇમેજ મેળવવા એક ફોટોગ્રાફની જરૂર પડશે.
  • ફોટોગ્રાફની સ્પષ્ટ સ્કેન (ડિજિટલ) ઇમેજ અપલોડ કર્યા સિવાય અરજદારની ઑનલાઇન અરજી રજીસ્ટર કરવામાં આવશે નહીં.

ફોટોગ્રાફની ઇમેજ :

(૧) અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ હોવો જોઇએ.
(૨) અરજદારે, ફોટો રંગીન અને તેનું બેકગ્રાઉન્ડ લાઇટ કલર અથવા વ્હાઇટ કલરનું જ હોય તેમ ઇચ્છનીય હોવાથી, તે મુજબની ખાતરી કરી લેવી.
(૩) અરજદારે ફોટો પડાવતી વખતે ધ્યાન રાખવું કે, કેમેરા સામે હળવી મુદ્રામાં અને ચહેરો કેમેરાની સામે આવે તે મુજબનો હોવો જોઇએ.
(૪) પરિમાણો 200 x 230 પિક્સેલ્સ (ઇચ્છનીય)
(૫) ટોપી તથા ડાર્ક ગ્લાસીસ સ્વીકાર્ય નથી. પરંતુ ધાર્મિક માન્યતા પ્રમાણેની વસ્તુ ચહેરાની આડે ના આવે તેવી રીતે ઇચ્છનીય છે.
(૬) ફોટોગ્રાફની ૨૦ કેબી – ૫૦ કેબી સુધીની સાઇઝ જ માન્ય છે.
(૭) સ્કેન ઇમેજ ૫૦ કેબી કરતાં વધુ નથી તેની ખાતરી કરી લેવી. ફાઇલ સાઇઝ ૫૦ કેબી કરતાં વધુ હોય તો, સ્‍કેનરના સેટીંગ્સમાં જઇ ફોટાની ડી.પી.આઇ. તથા તેને લગત રીઝોલ્યુસન ૫૦ કેબી સુધી આવે તેવી રીતે સેટ કરવું.

ફોટોગ્રાફ સ્કેન કરવા માટે :

(૧) અરજી માટે ફોટો સ્કેન કરતી વખતે સ્‍કેનરનું રીઝોલ્યુશન ૨૦૦ ડી.પી.આઇ. સુધી રાખવું (ડોટ્સ પર ઇંચ)
(૨) ટ્રુ કલર સેટ કોરો.
(૩) ફાઈલ સાઈઝ ઉપર જણાવ્‍યા મુજબ રાખવી.
(૪) સ્‍કેનરમાં સ્‍કેન કરેલી ઈમેજની ધારને/સહીની ધારને ક્રોપ કરવા માટે ઈમેજને ઈચ્છનીય સાઈઝમાં (ઉપર દર્શાવ્‍યા મુજબ) અપલોડ એડીટરનો ઉપયોગ કરી ફેરવવી.
(૫) ફોટો ફાઇલ JPG અથવા JPEG ફોર્મેટમાં હોવો જોઈએ. એક ઉદાહરણ તરીકે image01.jpg અથવા image01.jpeg ફાઈલ નામ છે. ફોટોના પરિમાણો ફોલ્ડર ફાઇલોની યાદી પર અથવા ફાઇલ ઇમેજ ચિહ્ન પર માઉસ ખસેડીને ચકાસી શકાય છે.
અરજદારે MSOffice નો ઉપયોગ કરી સરળતાથી MSOffice-પેઇન્ટ કાર્યક્રમ અથવા MSOffice પીક્ચર કાર્યક્રમ દ્વારા ૫૦ કે.બી. સુધી સીમીત રાખી .jpeg ફોર્મેટમાં ફોટો મેળવી શકો છો. સ્‍કેન ફોટોગ્રાફ કોઇ પણ ફોર્મેટમાં “સેવ એઝ” ઓપ્શન દ્વારા ફાઇલ ઓપ્શનથી ૫૦ કેબી સુધી ક્રોપ અને ઇમેજ રીસાઇઝ કરી શકશો. આવા પ્રકારના ઓપ્શન બીજા અનેક પ્રોગ્રામો દ્વારા સુધારો કરી શકશો.
ફાઈલનું સૂચવ્યા મુજબના માપ અને ફોર્મેટની નહિ હોય, તો એપ્‍લીકેશન ભૂલ (ERROR)નો સંદેશો દર્શાવશે.

એપ્લીકેશન ફી ની ચુકવણી ઓનલાઈન કરવા માટે ની પધ્ધતિ

ઓનલાઇન પેમેન્ટ ની પધ્ધતિ
🔴VMC Recruitment 2025 વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદારમાં જોરદાર પગાર વાળી બમ્પર નોકરીઓ, લાયકાતથી લઈને બધી જ માહિતી અહીં વાંચો | Sarkari Naukri Updates
  1. એપ્લીકેશન ફી ઓનલાઇન જ સ્વીકારમા આવશે.
  2. એપ્લીકેશન ફી ભરવા માટે, રિક્રુટમેન્ટ મેનુ મા આપેલ “Online Payment” પર કિલક કરવું.
  3. એપ્લીકેશન નંબર અને જન્મતારીખ ટાઇપ કરી “Search” બટન પર કિલક કરવું.
  4. પેમેન્ટ મોડ સિલેક્ટ કરી “Proceed for Payment” બટન પર કિલક કરવું.
  5. ટ્રાન્જેકસન પૂરું થયા પછી સ્ક્રીન પર ટ્રાન્જેકસન સ્ટેટ્સ જોવા મળશે. SMS અને EMAIL રજિસ્ટર મોબાઇલ પર મોકલવામાં આવશે.
  6. પછીની પ્રકિયા માટે એપ્લીકેશન ડીટેલ અને રિસીપ પ્રિન્ટ કરવી.
  7. એપ્લીકેશન ફી ની ચુકવણી ઓનલાઈન થયા બાદ જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે.

સમસ્યાનું નિવારણ

કોઇક કારણોસર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરતાં કોઇ તકલીફ આવે તો, અમોને [email protected] પર અમોને ઈ-મેઇલ દ્વારા તમારી ડીટેઇલ જાણકારી આપવી. જેથી, ત્વરિત તેનો ઉકેલ લાવવામાં આવી શકે. –

(૧) નોંધણી (રજીસ્ટ્રેશન) નંબર
(૨) અરજદારનું નામ
(૩) જેને માટે અરજી કરી હોય તે જગોનું નામ
(૪) તમારૂં ઈ-મેઇલ આઇ.ડી.
(૫) અરજદારનો ટેલીફોન સંપર્ક નંબર (મોબાઈલ નંબર ઈચ્છનીય)

Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.